ઓડિશાનાં આનંદ વિહાર ટર્મિનલથી પુરી જઈ રહેલી 12816 નંદનકાનન એક્સપ્રેસ પર ઓડિશામાં ફાયરિંગ કરવામાં આવી હતી. જયારે સવારે 10 વાગ્યાની આસપાસ ઓડિશાનાં ચરમ્પા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર ગાર્ડનાં વાન ડબ્બાને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિની સુચના મળી નથી. નંદકાનન એક્સપ્રેસ પર ફાયરિંગનાં કારણે ગાર્ડ ડબ્બાની બારીમાં છેદ થઈ ગયા હતાં.
ડબ્બામાં કોઈપણ યાત્રીની બેસવાની જગ્યા ન હતી, તેથી ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું. ટ્રેન મેનેજરની ફરિયાદ મળ્યા બાદ ભદ્રક જીઆરપીએ તપાસ શરૂ કરી છે. રેલ્વે સુરક્ષા બળ (RPF) અને રાજકીય રેલ્વે પોલીસ (GRP) આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, GRPએ આ મામલે એફ.આઈ.આર. નોંધી છે. હાલ તપાસમાં આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. અધિકારી હજુ પણ તપાસ કરી રહ્યાં છે કે, શું ઘટનામાં વાસ્તવિક ગોળીબાર થયો હતો કે કેમ, પ્રાથમિક દ્રષ્ટિએ આ ગોળીબારની ઘટના લાગી રહી છે, પરંતુ અધિકારીઓને શંકા છે કે, ટ્રેન પર પથ્થરમારાનો મામલો પણ હોય શકે છે. એફ.આઈ.આર. નોંધ્યા બાદ ટ્રેનને ઘટના સ્થળથી રવાના કરી દેવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500