મધ્યપ્રદેશના રીવામાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની અંદર ફાયરિંગની ઘટના જાણવા મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્ટેશન ઈન્ચાર્જ હિતેન્દ્ર નાથ શર્માને પોલીસ સ્ટેશનની અંદર ગોળી મારી દેવામાં આવી છે. ઘટના બાદ આરોપી સબ-ઇન્સ્પેક્ટરે પોતાને સ્ટેશન ઇન્ચાર્જની કેબિનમાં બંધ કરી દીધો હતો.6 કલાકથી વધુ સમય બાદ પોલીસ આરોપીને સમજાવી શકી હતી અને તેને ચેમ્બરમાંથી બહાર કાઢ્યો હતો.
રીવાના સિવિલ લાઇન સ્ટેશન ઇન્ચાર્જ હિતેન્દ્ર નાથ શર્માને સિવિલ લાઇન સ્ટેશન પર તૈનાત સબ ઇન્સ્પેક્ટર બીઆર સિંહે પોલીસ સ્ટેશનની અંદર ગોળી મારી હતી. ફાયરિંગની ઘટના બાદ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં હિતેન્દ્ર નાથ શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્ટેશન ઈન્ચાર્જને સારવાર માટે રીવાની ખાનગી મિનર્વા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જો કે, આ ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આરોપીની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.ઘટના પાછળના કારણ અંગે પોલીસનું કહેવું છે કે બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો જેના કારણે સબ ઈન્સ્પેક્ટરે આ પગલું ભર્યું હતું.
જોકે, આ ઘટના પાછળ સબ ઈન્સ્પેક્ટરની એરિયા બદલી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં જ બી.આર.સિંઘને સિવિલ લાઇન સ્ટેશનથી પોલીસ લાઇનમાં જોડવામાં આવ્યા હતા અને તેઓ આ માટે સ્ટેશન ઇન્ચાર્જને જવાબદાર ગણાવતા હતા.આનાથી ગુસ્સે થઈને તે ગુરુવારે બપોરે સ્ટેશન ઈન્ચાર્જ હિતેન્દ્ર નાથ શર્માની કેબિનમાં પહોંચ્યા હતા, જ્યાં બંને વચ્ચે થોડી વાતચીત થઈ, જે દરમિયાન સબ ઈન્સ્પેક્ટરે પોતાની પિસ્તોલ કાઢી અને સ્ટેશન ઈન્ચાર્જને ગોળી મારી દીધી હતી. મધ્યપ્રદેશના ઈન્દોરમાં નાઈટ ક્લબ કલ્ચરના કારણે ગુનાહિત ઘટનાઓ વધી રહી છે, એમ પોલીસનું કહેવું છે. ગઇ કાલે જ ઇન્દોરના વિજય નગર વિસ્તારમાં એક બી. ટેકના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500