ધરમપુર વન વિભાગની ટીમે, ધરમપુરના નાની વહીયાળ ગામેથી રૂપિયા એક લાખના કિંમતના ખેરના ભરેલો પીકઅપ ટેમ્પો ઝડપી પાડયો હતો. જોકે ટેમ્પો ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ, ધરમપુર વન વિભાગના આર.એફ.ઓ.ને બાતમી મળી હતી કે, પીકઅપ ટેમ્પોનો ચાલક નાનાંપોઢા-ધરમપુર માર્ગેથી ખેરનો જથ્થો ભરી પસાર થનાર છે જે બાતમીના આધારે વન કર્મીઓએ નાની વહીયાળ ગામે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન પૂરઝડપે આવ રહેલ પીકઅપ ટેમ્પોના ચાલકે વન વિભાગનું સરકારી વાહન ઉપરાંત વન કર્મીઓને જોઈ પીકઅપ પાર્ક કરી ફરાર થઈ ગયો હતો. વન વિભાગના કર્મચારીઓએ તપાસ કરતા પીકઅપ ટેમ્પોમાંથી હાથ ઘડાઈના અને ૧.૬ ૨૪ થન મીટરના ૧૩૧ નંગ ખેરનાં લાકડા કિંમત રૂ.૧,૦૦,૦૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગે લાકડાનો જથ્થો અને પીકઅપ ટેમ્પો મળી કુલ્લ રૂપિયા ૩,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500