Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરજવાનોએ ૪૮ કલાક બાદ આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવ્યો

  • March 01, 2025 

સુરતમાં રીંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે સવારે ફરી આગ ફાટી નીકળતા ભીષણ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જોકે  ફાયરજવાનો સતત ૪૮ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. બાદમાં ફાયરે માર્કેટનો કબ્જો પોલીસને સોપી દીધો હોવાનું જાણવા મળે છે ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ સુરતમાં રીંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં ગત તા.૨૫મીએ બપોરે આગ ભડકી ઉઠી હતી.  ત્યારબાદ બુધવારે સવારે સવા આઠ વાગ્યના આસપાસમાં  ફરી માર્કેટમાં દુકાકનમાં આગ ભભૂકી ઊઠતા  વિકરાળ સ્વરૃપ ધારણ કરતા ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.


આવા સંજોગોમાં પાલિકના ૨૨ ફાયર સ્ટેશની ૩૫ ગાડી સહિત  ફાયરની ગાડી  સાથે ૧૫૦ વધુ ફાયર લાશ્કરો તથા ૨૫ જેટલા ફાયર ઓફિસર આગ બુઝાવવા માટે કેટલાક જવાનો ઓકસીજન માસ્ક પહેરીને જીવના જોખમે કામગીરી કરી હતી. જેથી અંદાજીત ૩૮ કલાકે આગ પર કાબુ મેળ્યો હોતો. બાદમાં સતત ૧૦  કલાકથી વધુ સમય કુલીંગ કામગીરી કરી લાશ્કરો કરી હતી. જેથી ૪૮ કલાકથી વધુ સમયમાં આગ સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જોકે માર્કેટમાં  પાંચ માળમાં ૮૪૩ જેટલી દુકાકનો પૈકી  ૫૦૦થી વધુ દુકાનો આગની લપેટમાં આવી કે પાણી કે ધુમાડો લીધે નુકશન થયુ હતું.  જોકે ચોથા અને પાંચ માળે  સહિતની કટેલાક માળ ઉપર આગની ગરમીના લીધે સ્લેબના પોપડા પડયા હતા.


જોકે હાલમાં ત્યાં ફાયરની ૬ ગાડી અને એક ટી.ટી.એલ તથા ૫ ઓફિસર સાથે ૩૨ ફાયરજવાનો આવતી કાલે શનિવારે શનિવાર સુધી સ્ટેન્ડબાય રહશે. જયારે ફાયરને માર્કેટનો કબ્જો પોલીસ અધિકારીને સોપ્યો હોવાનું  ઓફિસર ઇશ્વરભાઇ પટલે જણાવ્યું હતું. રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ચાર દિવસ પહેલા આગ ફાટી નીકળી હતી. તે સમયે એક અજાણ્યા પુરૂષ આગમાં દાઝી જવાથી મોતને ભેટયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા અજાણ્યા યુવકની ઓળખ કરવી મુશ્કેલ હતી. જોકે તપાસ કરવાથી તેની પેન્ટનું કલર પીળું અને કાળા કલર શર્ટ પહરેલો હતો.


તેના ખીસ્સામાંથી મળેલા પાકીટમાં આરસી બુક અને  ચાવી મળી આવી હતી. સદનસીબે આરસી બુક સહિલસામત હોવાથી તેના પરિવારનો પોલીસે સંપર્ક કરતા ઓળખ થઇ હતી કે, તેનું નામ મહેન્દ્ર ઘેવરચન્દ જૈન (ઉ.વ.૪૭) હોવાનું ખુલ્યું હતું. તે ૧૦ દિવસ પહેલા જ માર્કેટમાં છૂટક મજૂરીના કામકાજ માટે લાગ્યો હતો. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર તેમજ પત્ની છે. માર્કેટમાં ફરી આગ નહી લાગ તે માટે દરેક માળ એટલે કે પાંચે માળ ઉપર ફાયરજવાનો પાણીની લાઇન લંબાવીને રાખી છે. એટલે કે કોણ પણ માળે દુકાનમાંથી ધુમાડો નીકળતાની સાથે ફાયરજવાનો ત્યાં પાણીનો મારો ચલાવીને કાબુ કરી કશે. જોકે ફાયરજવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application