દિલ્હીમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકાયેલો જ છે જોકે દિવાળીનાં દિવસોમાં પણ ચાલુ રહેવાનો છે. ભાજપનાં નેતા મનોજ તિવારીએ સુપ્રિમ કોર્ટમાં એક યાચિકા રજૂ કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, આ પ્રતિબંધ સંસ્કૃતિ વિરૂદ્ધનો છે પરંતુ સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે તે પ્રતિબંધ દૂર થશે નહીં. તિવારીએ તેમની યાચિકામાં સુપ્રિમ કોર્ટના તે ચુકાદાને પડકારતાં કહ્યું હતું કે, તે ચુકાદો સંસ્કૃતિ વિરૂદ્ધનો છે પરંતુ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહની બેન્ચે સ્પષ્ટ કહ્યું હતું કે તે પ્રતિબંધ નહીં હટે.
કોર્ટે કહ્યું કે, દિલ્હી અને એન.સી.આર. અંગે અમારો ચુકાદો બહુ સ્પષ્ટ છે. તેથી ફટાકડા ઉપરનો પ્રતિબંધ નહીં જ દુર થાય કોર્ટે કહ્યું તમે પ્રદૂષણની સ્થિતિ જોઈ જ નથી. પરાળી બાળવાથી પહેલાં પ્રદૂષણ વધ્યું હતું. તમે પોતે જ એન.સી.આર.માં રહો છો. છતાં પહેલેથી વધી રહેલા પ્રદૂષણને વધારવા માગો છો? અમે તે પ્રતિબંધ દૂર નહીં જ કરી શકીએ. આ મુકામે કેટલીક અન્ય યાચિકાઓ પણ છે. તેની સાથે તમારી યાચિકા ઉપર સુનાવણી કરાશે.
છેલ્લા કેટલાંક વર્ષોથી સતત વધી રહેલા પ્રદૂષણને લીધે દિવાળી ઉપર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકાયેલો જ છે. પરંતુ તે ચુકાદા અંગે પણ રાજકારણ ચાલે છે. સમાજના જુદા જુદા વર્ગોના જુદા જુદા વિચારો જોવા-સાંભળવા મળે છે. એક પક્ષ પર્યાવરણની દ્રષ્ટિએ તે પ્રતિબંધ યોગ્ય ગણે છે તો બીજો પક્ષ તેને સંસ્કૃતિ સાથે જોડી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500