અવારનવાર પ્લેનમાં ખામીની ઘટનાઓ જોવા મળી રહી છે, ત્યારે મસ્કટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનમાં આગ લાગી હતી. આ પ્લેન મસ્કટથી કોચી આવી રહ્યું હતું. પ્લેન ઉડવાની થોડીક ક્ષણો પહેલા જ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જ્યારે પ્લેનમાંથી ધુમાડો નીકળ્યો ત્યારે જહાજમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
જોકે આ પ્લેનમાં ચાર નવજાત શિશુઓ સહિત 145 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રિલીફ ફ્લાઈટ્સ માટે વ્યવસ્થા કરવામાં આવશે." બે મહિના પહેલા કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને સળગવાની ગંધ આવતા મસ્કટ તરફ પ્લેનને ડાયવર્ટ કરવું પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application