Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીના પેકેજીંગ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી

  • April 08, 2021 

વાપી જીઆઈડીસીમાં સેકન્ડ ફેસમાં આવેલી મેજીક પેકેજીંગ કંપનીમાં સવારના સમયે આગ લાગી હતી અને જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

 

 

વાપી જીઆઈડીસી સેકન્ડ ફેશ એલઆઈસી સેકટર સી-13 નિર્મળ આઈસ ફેકટરીની બાજુમાં આવેલી મેજીક પેકેજીંગ કંપનીમાં સવારના સમયે અગમ્ય કારણસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો  હતો. આગે ગણતરીની મિનિટોમાં જ કંપનીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

 

 

આ બનાવ અંગે જીઆઈડીસી તથા વાપી નગરપાલિકાના ફાયર-બ્રિગેટની ટીમને જાણ થતા તુરંત ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર-બ્રિગેટની ટીમે સતત પાણીનો માર ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં કંપનીમાં રાખેલો મહત્વનો સામાન બળીને ખાક થઈ હતો હતો. પરંતુ કોઇપણ પ્રકારની જાનહાની ના થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application