ઉચ્છલ તાલુકાના કરોડ ગામના પટેલ ફળીયામાં રહેતા દિનેશભાઈ ગુલાબભાઈ વસાવા અને નિર્મળાબેન અમરસિંગભાઈ પાડવી ના કાચા ઘરમાં આજરોજ કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી હતી. જેના કારણે બંને ઘરોમાં મુકેલ ઘર વખરીનો સામાન તથા ઘરના લાકડાઓ તથા ઘાસચારો સંપૂર્ણ બળીને ખાક થઇ ગયો હતો. તમામ ઘર વખરી બળી જતાં બંને પરિવાર બેહાલ બન્યા છે.
બપોરનાં અરસામાં ઉચ્છલના કરોડ ગામના વિસ્તારમાં ઘટના સ્થળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને ઘરો બળીને ખાખ થઈ જતા બંને પરિવારોને મોટુ નુકસાન થવાની સાથે નીચે જમીન અને ઉપર આબ ની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના ઉપર મોટી આફત તૂટી પડી હતી. વહીવટી તંત્ર કોઈ સહાય આપે તેવી માંગ ઉઠવા પામી છે.
બંને ઘરમાં અચાનક આગ લાગતાં ઘરની સામગ્રી બળી જવાથી આશરે 6 લાખથી વધુનું નુકશાન થયું હતું. બનાવ અંગે દિનેશભાઈ ગુલાબભાઈ વસાવાએ ઉચ્છલ પોલીસને ફરિયાદ કરી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500