અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રીક વ્હીકલના શો-રૂમમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગતાં શો-રૂમમાં રહેલી બેટરીઓ ધડાધડ ફાટવા લાગી હતી. જેના લીધે શો-રૂમના કાચ પણ તૂટી ગયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આસપાસની દુકાનો ખાલી કરાવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેના લીધે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ શો-રૂમમાં પડેલો સામાન બળીને ખાખ થઇ જતાં મોટું નુકસાન થયું છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે, કોઈ અગમ્ય કારણોસર બેટરીમાં આગ લાગી હતી. જેના લીધે અન્ય બેટરીઓમાં બ્લાસ્ટ થતાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના લીધે ચારે તરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application