રાજપીપલામાં આવેલ સિવિલ હોસ્પિટલનાં પાછળ આવેલ એક કંડમ રૂમમાં અચાનક આગ લાગતાં લોકોમાં ભય ફેલાયો હતો. જોકે, તાત્કાલિક રાજપીપલા નગરપાલિકાનાં બે બંબા આવી જતા આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પાછળનાં ભાગે પીએમ રૂમ નજીક આવેલા એક બંધ કંડમ સામાનનાં રૂમમાં કોમ્પ્યુટરો અને અન્ય વીજ ઉપર્ણો સહિત કેટલા કાટમાળ જૂનો સમાન મુકવામાં આવ્યો હતો.
આ રૂમ બંધ હતો. જે બંધ રૂમમાં કોઈક કારણોસર આગ લાગી હતી. જેના કારણે ત્યાં હાજર સૌ ગભરાઈ ગયા હતા ત્યારબાદ નગર પાલિકાનાં ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ બે બંબા સાથે ત્યાં દોડી આવી પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવાયો હતો. જોકે સિવિલ સર્જનના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોય એમ જણાવ્યું હતું. આ આગનાં કારણે કોઈને નુકશાન કે ઇજા થઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application