રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને પગલે અચાનક આગ સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા સાયરન રણકી ઉઠી હતી. જેને કારણે હોસ્પિટલ સ્ટાફે ફાયર એક્ષટીંગ્યુંશર વડે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તે દરમિયાન પાલિકા ફાયર-બ્રિગેડની ટીમ અને પોલીસ સહિતનો સ્ટાફ સ્થળ પર આવી ગયા હતા. આગ ઓલવવાની કામગીરી દરમિયાન કર્મચારી ભાવેશ પટેલ અને ફાયર વિભાગનો વિપુલ હળપતિ આગ અને ધુમાડાને કારણે ઇજાગ્રસ્ત બન્યા હતા. સાઈરનનો અવાજ તેમજ આકાશમાં ધુમાડો જોઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
ફાયર-બ્રિગેડની ટીમે ગણતરીની મીનીટોમાં જ આગ પર કાબુ મેળવી લીધી હતી જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોકદ્રીલ બાદ વહીવટીતંત્રએ શહેરની હોસ્પિટલમાં આકસ્મિક અકસ્માત બનાવોને પહોંચી વળવા માટે મોકડ્રીલનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું અને હોસ્પિટલની સજાગતા સાથેની આગવી કામગીરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application