ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની ઘટનાથી અફડાતફડી મચી ગઇ છે,વલસાડ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી,જે પછી સ્ટેશન પર હડકંપ મચી ગયો હતો.જોકે,કોઇ જાનહાનિના સમાચાર નથી મળ્યા. આ ટ્રેનમાં આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.
મળતી માહિતી પ્રમાણે,આજે બપોરે વલસાડ સ્ટેશનને અચાનક એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી,સ્ટેશનથી થોડે દૂર આવેલ છીપવાડ જકાતનાકા પાસે લાગી આ આગ એક ટ્રેનના એન્જિનમાં લાગી હતી,ખાસ વાત છે કે,શ્રીગંગાનાગરથી તિરુચિરાપલ્લી રૂટની હતી અને જ્યારે તે વલસાડથી સુરત જઇ રહી હતી તે દરમિયાન અચાનક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી.
આ ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો,આગ વલસાડના છીપાવાડા નજીક દેખાઇ હતી,જ્યારે આગ લાગી તે સમયે સાયરન લગાવીને રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી.આગની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા,આની સાથે બચાવ કામગીરી પણ શરૂ કરા હતી. રેલવે ટ્રેક પર રેલવેના અધિકારીઓ પણ પહોંચ્યા અને ફાયર એક્સત્રિમેશન દ્વારા આગને ઓલાવવાનો શરૂ કરાયો હતો. મહત્વનું છે કે ટ્રેનના ડબ્બામાં આગ લાગી પરંતુ કોઇ જાનહાનિ ન હતી થઇ,આગ કઇ રીતે લાગી તેનું કારણ અકબંધ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500