સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે શેરડીનાં ખેતર ઉપરથી પસાર થતા દ.ગુ.વીજ કંપનીનાં જીવંત વિજતારમાં શોર્ટ સર્કિટ થતા ખેતરમાં આગ લાગી હતી. શેરડીનો પાક બળી ગયો હતો. માંગરોળનાં નાની નરોલી ગામે જીઆઇપીસીએલ કંપનીની પાછળ આવેલી જમીનનાં માલિક મહમદ રફીક ઇબ્રાહિમ પટેલ દ્વારા ૬ વિંઘા જેટલી જમીનમાં શેરડીનાં પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.
પરંતુ જેમનાં ખેતરમાંથી પસાર થતા દ.ગુ.વીજકંપનીનાં ખેતીવાડી માટેનાં એચ.ટી.થી ફેઝ લાઈનનાં જીવંત વીજપ્રવાહ વાળા ખુલ્લા ઈલેક્ટ્રિક તાર અચાનક પવન ફુકાતા ભેગા થઈ જતાં ફોલ્ટ થવાનાં કારણે શોર્ટ શર્કિટની સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે શોર્ટ શર્કિટનાં પગલે તણખાઓ ખેતરમાં શેરડીનાં પાકમાં પડતા આગ લાગી હતી. ગણતરીની મિનીટોમાં લાગેલી આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખે આખો શેરડીનો પાક આગની ઝપેટમાં આવી જઈ પાક બળીને ખાક થઇ ગયો હતો. બનાવ અંગે સ્થાનિક ફાયરની ટીમને જાણ કરવામાં આવતા બનાવનાં સ્થળે દોડી આવેલા લાશ્કરોએ પાણીનો મારો ચાલાવી ભારે જહેમતનાં અંતે આગ પર કાબુ મેળવ્યો હતો.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application