Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તામિલનાડૂના વિરુધનગરમાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગતાં 6નાં મોત, 14 ઘાયલ

  • February 13, 2021 

તામિલનાડૂના વિરુધનગરમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભિષણ આગ લાગી છે. આગના કારણે છ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતિ મળી છે. જ્યારે આ ઘટનામાં 14 જેટલા લોકો ઘાયલ પણ થયા છે.

 

 

 

આ ફેક્ટરીમાં પહેલા વિસ્ફોટ થયો ને વિસ્ફોટ બાદ આગ લાગી. જ્યાં સુધી કોઇને કંઇ સમજાય ત્યાં સુધીમાં તો આગ ફેલાઇ ચુકી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

 

 

 

પોલીસ અને પ્રશાસન દ્વારા સાવધાનીના ભાગરુપે આસપાસના મકાનો અને ઇમારતોને ખાલી કરાવવામાં આવી રહયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે પહેલા વિસ્ફોટ થયો હતો અને બાદમાં આગ લાગી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application