વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનાં સેલવાસનાં ડોકમરડી વિસ્તારમાં એક કંપનીમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સેલવાસ સહિત આજુબાજુનાં વિસ્તારની કુલ 6 ફાયર ફાઈટરની ટીમે 12 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાન હાનિ થઇ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તારીખ 3 જૂને પણ આજ કંપનીમાં આગ ફાટી નીકળી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેલવાસનાં ડોકમરડી આમલી વિસ્તારમાં આવેલી રિદ્ધિસિદ્ધિ સીન્થેટીક્સ કંપનીના નીચેના પ્લાન્ટમા મોડી રાત્રે એક વાગ્યાના સુમારે અગમ્ય કારણસર આગ લાગી હતી. જેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. કંપની સંચાલકો દ્વારા ફાયર વિભાગને ફોન કરતા તાત્કાલિક ફાયરની ટીમ પહોંચી હતી અને આગને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો હતો. આ આગ લાગી તે સમયે ઉપરના પ્લાન્ટમા કામદારો કામ કરી રહ્યા હતા, આગ અને ધુમાડો જોતા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. સેલવાસ, ખાનવેલ, ભીલોસા, સનાતન, આલોક ઇન્ડસ્ટ્રીઝ મળી કુલ 6થી વધુ ફાયર ફાઈટરની ટીમો દ્વારા આગને કાબુમા લેવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.
જેઓને PWD વિભાગના ટેન્કરો દ્વારા ફાયર ફાઈટરની ટીમને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. જોકે 12 કલાકની જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ વિભાગની ટીમ સહિત પ્રશાસનની ટીમ પણ ઘટનાં સ્થળે પહોંચી હતી. આ ઘટનામા કોઈ જાનહાની થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 3જૂનના રોજ આ જ કંપનીમા આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બનતા કંપનીની આજુબાજુમાં રહેતાં સ્થાનિક લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. આગ ઉપર કાબુ મેળવતા સ્થાનિક લોકોએ અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500