વાલોડ તાલુકામાં આવેલ સંકલ્પ પેપર મિલમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી, આગ એ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું, જેના પર કાબુ મેળવવાને માટે ફાયરના જવાનો બોલાવી આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કલાકો વીતવા છતાં આગ બેકાબુ બની હતી, બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. વ્યારાના ફાયર વિભાગનો જવાન અજયભાઈ જાદવ નો શ્વાસ રૂંધાતા તેને 108 બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
વાલોડના ડુમખલ ગામ માં આવેલ સઁકલ્પ પેપરમીલમાં આજે સવારના અરસામાં કોઈક કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી, જેને કાબુમાં લેવાને માટે વ્યારા, સોનગઢ, કાકરાપાર, માંડવી,બારડોલી અને સુરતની ફાયરની ગાડીઓ તાબડતોડ પહોંચી હતી, મહામહેનતે 15 જેટલી ફાયરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચાલવી આશરે 10 કલાકે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
સંકલ્પ પેપર ઇન્ડીસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ પેપર મીલમાં આવેલ ફિનીસ ગોડાઉનમાં પાર્કીંગ એરીયામાં તથા લોડીગ પોઇન્ટમાં તથા ઓફિસની પાછળ બીજુ ફિનીસ ગોડાઉન મુકેલ પેપરરોલમાં તથા પેપર મીલની ઓફિસ એરીયા તથા ડાયરેક્ટર ઓફિસ, સેલ્સ ઓફિસ, અકાઉન્ટ ઓફિસ તથા કોમ્પ્યુટર રૂમ તથા કેસિયર ઓફિસ લોગ રૂમમાં
કોઇક શોટ સર્કિટ થવાના કારણે આકસ્મીક રીતે પેપર મીલમાં આગ લાગી બળી જતા આશરે રૂપિયા ૨૦ થી ૨૫ કરોડનું નુકશાન પહોચ્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ફેક્ટરીના માલિક સનત સુશીલકુમાર તુલસ્યાન નાઓએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500