Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

KAPS કાકરાપારમાં CISFના ફાયર વિભાગની સ્થાપના કરાઈ, FIRE WING જવાનોએ તેમનું કૌશલ્ય દર્શાવ્યું

  • April 17, 2023 

KAPS કાકરાપાર ખાતે    આજરોજ રોજ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સનો ફાયર વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો હતો.CISF ફાયર બ્રાંચની સ્થાપના ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવી છે. સ્થાપન સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી યોગેશ મેહતા,ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, DAE&DOS- મુખ્યાલય,મુંબઇ તથા કમાન્ડન્ટ શ્રી ભૈરવ પ્રતાપ સિંહ હતા.


ડાયરેક્ટર શ્રી એસ કે રોય KAPS, સંયુક્ત રીતે તકતીનું અનાવરણ કર્યું અને  ફાયર ટેન્ડરોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા.આ દરમિયાન KAPS કાકરાપાર ના ડાયરેક્ટર શ્રી એસ કે રોય દ્વારા ફાયર વિભાગની ચાવી ડીઆઈજી શ્રી યોગેશ મેહતા ને સોંપવામાં આવી હતી.

       

આ દરમિયાન  ડાયરેક્ટર શ્રી એસ કે રોય જણાવ્યું હતું કે,ઔદ્યોગિક સુરક્ષા દળના ફાયર વિભાગમાં તૈનાત ફોર્સના સભ્યો સંપૂર્ણ પ્રશિક્ષિત છે અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.શ્રીકમાન્ડન્ટ ભૈરવ પ્રતાપ સિંહ કહ્યું કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના અધિકારીઓ અને જવાનોની સાથે અહીં 75 લોકોને તૈનાત કરવામાં આવશે.


નોંધનીય છે કે KAPS કાકરાપાર માં 1985થી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની સુરક્ષા શાખા તૈનાત છે અને આ ઇન્ડક્શન સાથે CISF સમગ્ર દેશમાં 112 વિવિધ PSUs સુધી તેના અગ્નિ સુરક્ષા કવચને વિસ્તૃત કરે છે.તથા સમારોહ દરમિયાન મહેમાનોએ વૃક્ષારોપણ પણ કર્યું અને CISF ના સ્વાન દસ્તા તથા FIRE WING જવાનોએ તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News