તમિલનાડુનાં સેંગોટ્ટાઈ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે સેંગોટાઈ સ્ટેશન પર આવી રહેલી ચેન્નાઈ એગમોર એક્સપ્રેસના કોચમાં તિરાડ જોવા મળી હતી. ત્યારબાદ રેલવે કર્મચારીઓએ તરત જ તે કોચને ટ્રેનથી અલગ કરી નવો કોચ જોડ્યો અને તેને આગળ રવાના કરી હતી.
દક્ષિણ રેલવેએ માહિતી આપી કે, ગતરોજ બપોરે 3:36 વાગ્યે તમિલનાડુનાં સેંગોટ્ટાઈ સ્ટેશન પર ટ્રેન નંબર 16102 (કોલ્લમ-ચેન્નઈ એગમોર એક્સપ્રેસ)નાં S3 કોચમાં તિરાડ જોવા મળી હતી. રેલવે સ્ટાફે તરત જ કોચને ટ્રેનથી અલગ કરી દીધો અને મુસાફરોને અન્ય કોચમાં બેસાડી દીધા હતા.
ત્યારબાદ ટ્રેનમાં કોચ બદલી નાખવામાં આવ્યો હતો. ટ્રેનને લગભગ 4:40 કલાકે આગળ રવાના કરવામાં આવી હતી. દક્ષિણ રેલવેએ જણાવ્યું કે ક્રેકની જાણ થતાં જ સ્ટાફે કાર્યવાહી કરી અને કોચ બદલી નાખ્યો. તેમણે કહ્યું કે ક્રેક ડિટેક્શન સ્ટાફને તેમની સતર્ક દેખરેખ માટે પ્રશંસા કરવામાં આવશે અને ડિવિઝનલ રેલવે મેનેજર, મદુરાઈ ડિવિઝન દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500