Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને પરસ્પર સંમતિથી રૂ.૨૦ લાખથી રૂ.૧ કરોડની લોન ડિફોલ્ટર્સ સાથે વન ટાઇમ સેટલમેન્ટ કરવા નિર્દેશ આપ્યો

  • May 31, 2023 

નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને પરસ્પર સંમતિથી રૂ.૨૦ લાખથી રૂ.૧ કરોડની લોન ડિફોલ્ટર્સ સાથે વન ટાઇમ સેટલમેન્ટ (ઓટીએસ) કરવા માટે નિર્દેશ આપ્યો છે. તેનાથી ડેટ રિકવરી ઓથોરિટી પરનો બોજ ઘટાડવામાં મદદ મળશે. નાણા મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ડેટ રિકવરી ઓથોરિટીમાં આવા કેસોની પેન્ડન્સી ૭૨-૭૪ ટકા છે. તેનાથી ડેટ રિકવરી ઓથોરિટી  પરનો બોજ ઓછો થશે. આનાથી બેંકોને નોન-પરફોર્મિંગ એસેટ્સ રિકવર કરવામાં પણ મદદ મળશે. પતાવટ સાથે વ્યવહાર કરતા આ કેસોમાં ઓછી રકમ વસૂલ કરવી કે કેમ તે સંબંધિત બેંકનું બોર્ડ નક્કી કરશે.




તમામ બેંકો માટે સરેરાશ લઘુત્તમ રકમ નક્કી કરવામાં આવી નથી. આ વર્ષે, નાણા મંત્રાલયે વર્ષની શરૂઆતમાં લોકસભામાં જણાવ્યું હતું કે, ડેટ રિકવરી ઓથોરિટીમાં ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી ૧,૫૮,૦૦૦ કેસ પેન્ડિંગ છે. ડીઆરટીમાં ઘણા બધા કેસ પેન્ડિંગ છે. ખરૂ૨૨ પહેલાના પાંચ વર્ષમાં વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ૪.૪૩ લાખ કરોડના કેસ નોંધાયા હતા. તેમાંથી ઓથોરિટીએ ૧૧૦૪૯૮ કેસનો નિકાલ કર્યો હતો. બેંકો એવા ખાતામાંથી ડેટ રિકવરી ઓથોરિટીમાં કેસ દાખલ કરે છે જ્યાં બેંકો ત્રણ વર્ષ સુધી કોઈ વસૂલાત કરી શકતી નથી અને રકમ ૨૦ લાખ રૂપિયાથી વધુ છે. ખરેખર એવા કિસ્સામાં કે જ્યાં ડેટ રિકવરી ઓથોરિટી  કેસ નોંધે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application