મોટા કોર્પોરેટ લોન ખાતાઓ પર બારીકાઈથી નજર રાખવા અને વેપાર જોખમોને પહોંચી વળવા એક પ્લાન સુપરત કરવા સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોને સૂચના આપી છે. બેન્કોએ આ પ્લાન બે સપ્તાહની અંદર આપવાનો રહેશે એમ બેન્કિંગ ક્ષેત્રનાં વર્તુળોએ જણાવ્યું હતું. બેન્કરપ્સી ધારા હેઠળ દાખલ કરાયેલી દેવાબોજ સાથેની કંપનીઓને અપાયેલી લોન્સ પર દેશની બેન્કોએ ભૂતકાળમાં જંગી માત્રામાં ખોટ સહન કરવી પડી છે. માર્કેટ ડેટાના સંકલન સાથે કંપનીઓના ગીરવે મુકાયેલા શેરો સામે જોગવાઈ કરવા તથા આવી કંપનીઓના એકંદર એકસપોઝર પર ધ્યાન રાખવા બેન્કોને સૂચના આપવામાં આવી છે. જેથી કંપની નબળી પડે તો તેવા કિસ્સામાં સમયસર પગલાં લઈ શકાય.
મોટા કોર્પોરેટ લોન ખાતા પરની તાણની ચકાસણી વધારવાનું વ્યવહાર બની રહેશે એમ બેન્કરોને જણાવાયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બેન્કિંગ વેપાર સાથે સંકળાયેલા જોખમોને પહોંચી વળવા પ્લાન પણ તૈયાર કરવા જણાવાયું છે. વ્યાજદરમાં થઈ રહેલા વધારાની ટ્રેડિંગ બુકસ પર કેવી માર્કે ટુ માર્કેટ અસર પડે છે તેના પર નજર રાખવા તથા લિક્વિડિટી પ્રમાણ જાળવી રાખવા પણ બેન્કોને સૂચના આપવામાં આવી છે. ગયા સપ્તાહના અંતે નાણાં પ્રધાન સાથેની બેન્કરોની બેઠક દરમિયાન નાણાં મંત્રાલયના અધિકારીઓ દ્વારા બેન્કોને આ નિર્દેશ અપાયા હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. વૈશ્વિક બેન્કિંગ કટોકટીને ધ્યાનમાં રાખી બેન્કોને તેમની એસેટ-લાયાબિલિટી પ્રોફાઈલની ચકાસણીની માત્રા વધારવા પણ સલાહ આપવામાં આવી છે. જોકે વૈશ્વિક બેન્કિંગ કટોકટી વચ્ચે પણ ભારતીય બેન્કો સલામત જોવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application