Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણાં પ્રધાન નિર્મલા સિતારમનનો નિર્દેશ બેંકો અને અન્ય નાણાંકીય સંસ્થાઓ તેમના ગ્રાહકોના નોમિનેશનની વિગત અપડેટ કરે

  • September 06, 2023 

નાણાં પ્રધાન નિર્મલા સિતારમને બેંકો અને અન્ય નાણાંકીય સંસ્થાઓને જણાવ્યું છે કે, તે સુનિશ્ચિત કરે કે તેમના ગ્રાહકો નોમિનેશનની વિગત અપડેટ કરે જેથી ભવિષ્યમાં અનકલેઇમ્ડ નાણાંની સમસ્યાના નિરાકરણમાં મદદ કરે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ)માં સંબોધન કરતા સિતારમને જણાવ્યું હતુ કે, હું ઇચ્છું છું કે બેંકિગ પ્રણાલી, મ્યુચલ ફંડ, શેર બજાર સહિતની નાણાંકીય ઇકોસિસ્ટમ ધ્યાનમાં રાખે કે, તેઓ પોતાના ગ્રાહકો સાથે લેવડદેવડ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખે કે ગ્રાહકો તેમના વારસદારનું નામ દાખલ કરે અને તેમના સરનામા સહિતની વિગતો આપે. એક રિપોર્ટ અનુસાર ફક્ત બેકિંગ પ્રણાલીમાં જ 35 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ એવી છે જેનો દાવેદાર કોઇ નથી. જ્યારે સમગ્ર સિસ્ટમમાં આવી રકમ એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. RBIએ લોકોને બિનવારિસ રકમની શોધ અને દાવો કરવામાં મદદ કરવા માટે એક કેન્દ્રીયકૃત વેબ પોર્ટલ યુડીજીએએમની તારીખ 17 ઓગસ્ટે શરૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News