ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારી કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાતના ST નિગમનના કર્મચારીઓનું આંદોલન સરકાર સાથેની બેઠક બાદ સમેટાયું હતું. આ આંદોલનનું સુખદ અંત આવ્યો હતો જેને પગલે સરકારને પણ થોડી રાહત થઇ હતી.
ગાંધીનગર ખાતે વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસ.ટી નિગમનના કર્મચારી યુનિયનોના આગેવાનો વચ્ચે એક બેઠક મળી હતી. આ બેઠક લગભગ 7 કલાક જેટલી લાંબી ચાલી હતી અને તેમાં 25 વર્ષ જૂની વિવિધ પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો જેને પગલે એસ.ટી કર્મચારીઓએ આંદોલન પૂર્ણ કર્યું હતું.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં એસ.ટી કર્મચારીઓ યુનિયનોના આગેવાનો હાજર રહ્યા હતા. લગભગ 7 કલાક ચાલેલી આ બેઠકમાં ફાયનાન્સ વિભાગના મિલિંદ તોરવણે,એસ.ટી વિભાગના એમ.ડી એમ.એ ગાંધી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નિગમના કર્મચારીઓની 25 વર્ષ જૂની માંગણીઓ સંતોષાતા આંદોલન સમેટાય ગયું હતું.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પહેલા જ આંદોલનનો દોર ચાલી રહ્યો છે ત્યારે આજે એસ.ટી કર્મચારીઓ પોતાના પ્રશ્નોને લઈને સરકાર સામે ઉગ્ર આંદોલન છોડ્યું હતું જો કે તેનું આજે નિરાકરણ આવતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500