આખરે મોડેમોડે પણ સોનગઢ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાતું ખોલ્યું છે, સોનગઢના યુવકે વ્યાજે લીધેલા રૂપિયા સમયસર ચૂકવી ન શક્યો તો વ્યાજખોર એકટીવા ગાડી ઉચકી લઇ ગયો હતો, મુદ્દલ તથા વ્યાજના નીકળતા રૂપિયા ૧,૭૫,૦૦૦/- ન ચુકવાય ત્યાં સુધી ઘર પણ નોટરી કરી કબ્જે કર્યું હતું.
મળતી માહિતી મુજબ સોનગઢનગરમાં ૨૫થી વધુ વ્યાજખોરો ઊંચા વ્યાજે રૂપિયા આપવાનો ગોરખધંધો ચલાવી રહ્યા છે, નગરમાં રહેતા અનેક શાકભાજીવાળા,ચાય વાળા તેમજ રીક્ષા વાળાઓએ ઊંચા વ્યાજે રૂપિયા લઇ વ્યાજખોરો દ્વારા આપવામાં આવતો માનસિકત્રાસ સહન કરી રહ્યા છે, જોકે હવે રાજ્યસરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ચલાવવામાં આવી અભિયાનમાં અનેક લોકો આગળ આવી પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે.
સોનગઢના અલીફનગરમાં રહેતો અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો ફરીયાદી મનિષભાઇ મહેશભાઇ ગમીત, આર્થિક સંકળામણમાં આવતાં આરોપી ગુલાબભાઇ બંસીભાઇ સિંદે (વડર) રહે.સોનગઢ મચ્છી માર્કેટ- સોનગઢ નાનો વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતો હોય છેલ્લા પાંચ પહેલા ફરીયાદીએ તેની પાસેથી રૂપિયા ૬૦ હજાર વ્યાજે લીધેલ અને તેના મુદ્દલના રૂપિયા ન ચુકવાય ત્યાં સુધી માસિક રૂપિયા ૩ હજાર ના વ્યાજ લેખે રૂપિયા ૪૦ હજાર ચુકવી દીધેલ.
અને ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ફરિયાદી મનીષ ગામીતે તેના મુદ્દલ તથા ઉંચા દરનું વ્યાજ મળી રૂપિયા ૧,૭૫,૦૦૦/- ન ચુકવી શકતાં તેણે ફરિયાદીને ધમકી આપી ફરિયાદીની એક્ટીવા ગાડીને બળજબરી પુર્વક લઇ લીધેલ. અને ત્યારબાદ પણ જયાં સુધી મુદ્દલ તથા વ્યાજના નીકળતા રૂપિયા ૧,૭૫,૦૦૦/- ન ચુકવાય ત્યાં સુધી ફરીયાદી મનીષ ગામીતની દાદી બેબીબેન છગનભાઇ ગામીતનું ઘર પણ નોટરી કરી કબ્જે લઇ લીધું હતું,એટલું જ નહી વ્યાજખોરે રૂપિયા વસુલાત કરવા ગાળાગાળી કરી ધમકી આપી માનસિક રીતે હેરાન પરેશાન હતો,જોકે મનિષભાઇ મહેશભાઇ ગમીતએ વ્યાજખોર ગુલાબભાઇ બંસીભાઇ સિંદે (વડર) વિરુદ્ધ સોનગઢ પોલીસને ફરિયાદ આપતા પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500