Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રની બોર્ડર વિલેજનાં જાવલી ગામની આખરી પસંદગી : ૧૩મી જૂને શાળા પ્રવેશોત્સવ એક લોકોત્સવ બની રહે તેવી સુંદર યાદગાર કામગીરી કરવા અપીલ

  • June 12, 2023 

ગુજરાત રાજ્યમાં આગામી ૧૨થી ૧૪મી જૂન-૨૦૨૩ દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ યોજાશે. જેમાં માન. મુખ્યમંત્રી સહિત રાજ્યનાં મંત્રીઓ, સચિવઓ અને ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ આ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં જોડાઈને આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ-૦૧માં પ્રવેશપાત્ર બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવશે. નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના બોર્ડર વિલેજ જાવલી ગામમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૩મી જૂન,૨૦૨૩નાં રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવોશોત્સવ-૨૦૨૩ યોજાનાર હોય તેના આયોજન-અમલવારી સંદર્ભે આજે તા.૦૯/૦૬/૨૦૨૩ને શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિના સભ્યો અને કચેરીના વડા સાથે બેઠક યોજાઈ હતી.


પ્રોટોકોલ મુજબની કામગીરી ઝડપી અને સમય મર્યાદામાં કરવા હાકલ કરાઈ હતી. એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના બોર્ડર વિલેજના ઉંડાણના જાવલી ગામમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવા માટે રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા છે ત્યારે તે પૂર્વે કાર્યક્રમના આયોજનમાં કોઈ તૃટી ન રહી જાય, કાર્યક્રમ યાદગાર અને શાનદાર બની રહે તે જોવા તમામ સમિતિઓને સોંપાયેલી જવાબદારીની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને સુચારૂ વ્યવસ્થા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.


ઉક્ત બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીના મુખ્ય કાર્યક્રમ, સ્ટેજ પ્રોગ્રામ, શાળાની એસ.એમ.સી. કમિટીના સભ્યો સાથેની મિટીંગ, રોડ-રસ્તાની સ્વચ્છતા અને વીજળીની સુવિધા, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નાગરિકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે, વાહન પાર્કિંગમાં કોઈ અગવડતા ન થાય, હેલિપેડ અને તેને સંલગ્ન બાબતો, સમગ્ર ગામમાં સ્વચ્છતા સાથે સફાઈની કામગીરી થાય તે જોવા જિલ્લા કલેક્ચરએ તમામ સમિતિના સભ્યોને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. અને શિક્ષણ વિભાગની એસ.ઓ.પી. મુજબના કાર્યક્રમ થાય, લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મનોરંજન અને બાળકો દ્વારા કાર્યક્રમનું સંચાલન થાય તે પણ ખૂબ જરૂરી છે જેથી તેઓ પણ ગૌરવ અનુભવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News