Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફિલ્મ સ્ટાર્સએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો

  • December 30, 2022 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું નિધન થયું છે. હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજભાઈ મોદીનાં ઘરેથી શરૂ થઈ હતી. હીરા બાના મૃત્યુનાં સમાચારે સૌને અસ્વસ્થ અને ભાવુક કરી દીધા છે. તમામ ફિલ્મ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીનાં માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર પ્રતિક્રિયા આપતા, બોલીવુડના પ્રખ્યાત કલાકાર અનુપમ ખેરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું કે- 'આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમારી માતા હીરાબેનનાં નિધનના સમાચાર સાંભળીને મારું હૃદય ખૂબ જ દુઃખી છે.



ઉદાસી તમારી માતા પ્રત્યેનો તમારો પ્રેમ અને આદર જાણીતો છે. તમારા જીવનમાં તેમનું સ્થાન કોઈ લઈ શકશે નહીં. પરંતુ તમે ભારત માતાના પુત્ર છો. મારી માતા સહિત દેશની દરેક માતાના આશીર્વાદ તમારી સાથે છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ'નાં ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ હીરાબેનનાં નિધન અંગે ટ્વિટર પર લખ્યું છે કે- મારી સંવેદના નરેન્દ્ર મોદીની સાથે છે. તેમની પ્રિય 'માં' ના દુઃખદ અવસાન પર. ભારત માતાના સપૂત માતાનું કર્મયોગી જીવન આપણને સૌને પ્રેરણા આપતું રહેશે. ઓમ શાંતિ ને શત શત વંદન.



જયારે ભાજપના નેતા અને ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું છે કે- 'મા એ છે જે વ્યક્તિના જીવનને મૂલ્યોથી ભરપૂર બનાવે છે. હીરાબાનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે, તેઓના દુઃખની ઘડીમાં વડાપ્રધાન મોદી અને પરિવારના અન્ય સભ્યો પ્રત્યે ભારતની સંવેદના. ઓમ શાંતિ.' આ સિવાય ફિલ્મમેકર અશોક પંડિત, બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ પીએમ મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુપરસ્ટાર અક્ષય કુમારે પણ ટ્વિટ કર્યું છે કે, માતાને ગુમાવવાથી મોટું કોઈ દુઃખ નથી. વડાપ્રધાન મોદી ભગવાન તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.




પરેશ રાવલે પણ દુઃખ વ્યકત કરતા લખ્યું કે, માતા હંમેશા આપણી સાથે હોય છે, પહેલા તેના જીવનકાળમાં, પછી હંમેશા માટે આપણી યાદમાં. આ સમયે તમારા માટે મારી સંવેદના. ભગવાનને મારી પ્રાર્થના કે તમારા દુ:ખના સમયે તમને શક્તિ આપે તેની આત્મા સદગતિ પ્રાપ્ત કરે! ઓમ શાંતિ....


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application