સરથાણા વ્રજચોક બસ પાર્કિંગની બાજુમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં પતરાનો શેડ બનાવી ગેરકાયદે ધમધમતા બાયોડિઝલના વેપલાનો થોડા દિવસ પહેલા પોલીસે પર્દાફાશ કર્યા બાદ આ મામલે ગઈકાલે માલીક સહિત ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.
સરથાણા પોલીસના જણાવ્યા મુજબ પોલીસ બાતમીના આધારે ગત તા ૩૦ જુનના રોજ રાત્રે પોણા નવેક વાગ્યે વ્રજચોક બસ પાર્કિંગની બાજુમાં આવેલા ખુલ્લા જગ્યામાં પતરાના શેડમાં દરોડા પાડી ગેરકાયદે ધમધમતા બાયોડિઝલના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી કેમિલકનો ૫૭૦૦ લીટર જથ્થો, થર્મોમીટર, પ્લાસ્ટીકની ટાંકી,,માપીયુ, સ્ટેબીલાઈઝર, મળી કુલ રૂપીયા ૪,૯૫,૧૮૦નો મુ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં બાયોડીઝલનો ધંધો મુકેશ બાબુ કસવાળા (રહે, સ્ટારગેલેક્ષી ઍપાર્ટમેન્ટ સરથાણા જકાતનાકા) કરતો હતો અને અંકીત રામનરેશ સૈન (રહે, વ્રજચોક ખુલ્લા પડાવમાં) અને મનીષ નોકરી પર રાખ્યા હતા,આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર અત્યંત પ્રવાહી જથ્થો સંગ્રહ કર્યો હોવાનુ બહાર આવતા ગઈકાલે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500