Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરકાયદેસર ગેસ રિફલિંગ કરનાર 3 સામે ગુનો દાખલ

  • May 16, 2022 

સુરત જિલ્લાની કડોદરા પોલીસની ટીમે નગરમાં આવેલ એક કોમ્પલેક્ષમાં રેડ કરતા કોમ્પલેક્ષના ભોંય તળિયે આવેલ વિવિધ દુકાનોમાંથી સંખ્યાબંધ ગેસ બોટલો મળી આવી હતી. જોકે પોલીસે તપાસ કરતા ગેસ ટ્રાન્સફર કરતા હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોબેશન આઇ.પી.એસ. બીશાખા જૈન નાઓને શનિવારે અંગત રાહે મળેલી બાતમી આધારે, કડોદરા કૃષ્ણા નગરમાં આવેલ માધવ કોમ્પલેક્ષના દુકાન નંબર-5માં રેડ કરી હતી અને કોમ્પ્લેક્ષના જુદા જુદા 3થી વધુ દુકાનોમાંથી 14 કિલોના સબસીડી વાળા તેમજ 19 કિલોના કોમર્શિયલ બોટલો મળી 109 બોટલો પોલીસે કબ્જે લીધા હતા. તેમજ પોલીસે દુકાનમાંથી ગેસ ટ્રાન્સફર કરવાની ઇલેક્ટ્રિક મોટર તેમજ વજન કાંટો પણ કબ્જે કર્યો હતો.



આમ, પોલીસે પ્રકાશચંદ્ર સોહનલાલ તૈલીની પૂછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે, તે 14 કિલોના ભારત ગેસના બોટલમાંથી 19 કિલોના એચ.પી કંપનીના કોમર્શિયલ બોટલમાં ગેસ ઇલેક્ટ્રિક મોટર વડે ટ્રાન્સફર કરતો હતો. જોકે પોલીસની વધુ પૂછપરછમાં આ કૌભાંડમાં બારડોલી ભારતગેસ કંપનીની મુરલીધર બી.વામદોત ગેસ એજન્સીના મેનેજર આ પ્રકાશ તૈલીને ગેસની બોટલ પુરી પાડતો હોવાનું નામ બહાર આવ્યું હતુ.



જેથી પોલીસે પ્રકાશ તૈલી તેમજ જીતુભાઇ અને સુનિલ નામના ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ ધારા 3 અને 7 હેઠળ ગુન્હો નોંધી ગેસ બોટલ વજન કાંટા અને ઇલેક્ટ્રિક મોટર સહિત 1,39,450/-નો મુદામાલ કબ્જે કરી પલસાણા મામલતદારને કેસ સુપ્રત કરાયો હતો પલસાણા મામલતદારની ટીમ ગણતરીના કલાકોમાં ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી દુકાનો સિલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application