વાપી બલીઠામાં સર્વિસ રોડ ઉપર રીક્ષા ચલાવનારા ચાલકને સેન્ટ્રોના ચાલકે ગાળો આપી માર માર્યો હતો. આ રસ્તા પર ગાડી ચલાવશે તો હાથ-પગ ભાંગી નાખીશ તેમ ધમકી આપતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વાપી નુતન નગર ખાતે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મુસ્તાક નુરૂદ્દીન સોડાવાલા ગત તા.3 જાન્યુઆરીએ બલીઠાથી જુની ફાટક આવી રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવતી કારને જોઇ રીક્ષા રોકીને ગાડી રિવર્સ લેતા અકસ્માતથી બચ્યા હતા.જોકે તે સમયે સેન્ટ્રો કારમાંથી ચાલક મુસ્તાકભાઇને ગાળો આપી તુ સર્વિસ રોડ ઉપર કેમ રીક્ષા ચલાવે છે કહી બહાર ખેંચીને ઢીકમુક્કીનો માર માર્યો હતો. એક કલાક બાદ ફરી નવી ફાટક પાસે આવી ફરિયાદીને રસ્તામાં આંતરી ગાળો આપીને હવે પછી રીક્ષા આ રોડ પર દેખાશે તો હાથ-પગ ભાંગી દેવાની ધમકી આપી હતી. તેથી ઘભરાયેલા રીક્ષા ચાલકે આ અંગે ટાઉન પોલીસમાં ગુરૂવારે લેખિતમાં અરજી આપતા પોલીસે શુક્રવારે માર મારનાર આરોપી ઉમેશ પટેલ (રહે.મામલતદાર કચેરીની પાછળ બલીઠા)ના સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application