વાપી ડુંગરાની 11 વર્ષીય બાળકી દુકાને સામાન લેવા જતી ત્યારે વૃદ્ધ દુકાનદાર લંબુચાચા તેને ચોકલેટ આપવાની લાલચ આપી અંદર બોલાવતો અને તેની સાથે શારીરિક અડપલા કરી હતી. અને જો આ વાત માતા-પિતાને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. એક મહિના અગાઉ બાળકી સાથે 3 વાર અડપલા કરનારા સામે ફરિયાદ કરતા તેની ધરપકડ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, વાપી ડુંગરા વિસ્તારમાં રહેતી એક 11 વર્ષીય બાળકીએ તેની મોટી બહેનને જણાવેલ કે, એક મહિના અગાઉ તે માતાના કહેવાથી ઘર નજીક આવેલ 68 વર્ષનો અસારઅલી ખાન જૈનુલ્લા ખાન ઉર્ફે લંબુચાચા ભંગારવાળાની દુકાને સામાન લેવા જતી હતી.
તે દરમિયાન નરાધમ દુકાનદાર તેને બિસ્કીટ-ચોકલેટ આપવાની લાલચ આપી દુકાનની અંદર બોલાવતો હતો અને બળજબરી પૂર્વક શારીરિક છેડછાડ કરતો હતો. એક મહિનામાં વૃદ્ધે તેની સાથે ત્રણ વખત શારીરિક અડપલા કર્યા હતા. જો આ વાત માતા-પિતાને બતાવશે તો તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે મોટી બહેને ડુંગરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી અસારઅલી ખાન ઉર્ફે લંબુચાચાની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500