ઉલ્હાસનગર કેમ્પ નં.3ના ટાઉન હૉલ પરિસરમાં એક વ્યક્તિને તેમની ઓળખીતી એક વ્યક્તિ સહિત છ જણે જૂની નોટો બદલી આપવાની લાલચ આપી 67.50 લાખનો ચૂનો ચોપડયો છે. આ સંદર્ભે કથિત 6 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ ચલણની જૂની નોટો લીધા બાદ તેને બદલે પાર્ટીને 12 લાખ રુપિયા આપવા પડશે અને જૂના ચલણના 1 કરોડ રુપિયા બેન્ક મારફત બદલી આપી તેને બદલે બેન્ક તરફથી 20 લાખ રૂપિયા મળશે.
પરંતુ વચ્ચે દલાલને પાંચ લાખ રુપિયા આપવા પડશે. એવું પ્રલોભન આાપી એક કરોડ પાછળ ત્રણ લાખના નફાની લાલચ આપી હતી. દરમિયાન જ્યારે ફરિયાદીએ જૂની નોટો આપવાની હતી, ત્યારે ગઠિયાઓએ બોગસ પોલીસને બોલાવી જૂની નોટો સાથે ફરિયાદીને પકડાવવાની ચાલ રચી. જેમાંથી છૂટવા ફરી ફરિયાદીએ 7.50 લાખ રુપિયા આપ્યા. જૂની નોટોને બદલે રોકડ મેળવવા જતાં ફરિયાદીએ સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં આશરે 67.50 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application