ગાંધીનગરનાં કલોલમાં ઇકો કારમાં આવેલા દંપતિ અને તેનો દીકરો બકરી ચોરવા આવ્યા હોવાના મુદ્દે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને કારની તોડફોડ કરવામાં આવી હતી દોડી આવેલ પોલીસે દંપત્તિ અને તેના દીકરાની અટકાયત કરી હતી તેમજ ઈકો કારમાં આવેલ દંપતિએ પણ ફરિયાદ નોંધાવતા પોલીસે ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ, કલોલમાં બપોરના રોજ કારમાં દંપત્તિ અને તેનો દીકરો આવ્યા હતા અને ઇકો કારમાં એક બકરી અંદર હતી અને બીજી બકરીને પકડીને અંદર લઈ જય રહ્યો હતો જેથી બકરીના માલિક અબ્દુલ કાદર જરૃરભાઈ મલેક દ્વારા ઈસમને પકડીને પૂછેલ કે કેમ મારી બકરી પકડી છે તેમ કહેતા તે ગભરાઈ ગયો હતો.
ત્યારબાદ મામલો બિચક્યો હતો અને તેઓ બકરી ચોરવા આવ્યા હોવાના મુદ્દે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને એકત્ર થયેલ ટોળાએ દંપત્તિ અને તેના દીકરા ઉપર હુમલો કરીને માર માર્યો હતો અને ઇકો કારની તોડફોડ કરી હતી. બનાવ અંગે પોલીસે અબ્દુલ કાદર જહુરભાઈ મલેકની ફરિયાદના આધારે ઇકો કારમાં આવેલ દંપત્તિ સમીરખાન ખરીદખાન પઠાણ અને તેની પત્ની અફસાના બાનું સમીરખાન પઠાણ તથા તેના દીકરા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે સામે પક્ષે પોલીસે મથકમાં સમીરખાન ફરીદખાન પઠાણ દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેઓ પોતાની દીકરા સાથે કસબામાં રહેતા તેમના ભત્રીજાને કડીથી મળવા આવ્યા હતા ત્યારે તેઓ બકરી ચોરવા આવ્યા છે તેમ સમજીને ટોળાય તેમની ઉપર હુમલો કરી દીધો હતો અને તેમની ઇકો કારની તોડફોડ કરી હતી, બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application