ડોલવણના બરડીપાડા ગામે ખેતરમાંથી ટેમ્પો કાઢવા બાબતે એક જ સમાજના બે પક્ષો વચ્ચે મારામારી થઇ હોવાની ફરિયાદ ડોલવણ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના બરડીપાડા ગામે તા.૨૭મી ડીસેમ્બર નારોજ ગામના નિશાળ ફળીયામાં રહેતા લલ્લુભાઇ જાનુભાઇ કોકણી તેમની પત્ની સાથે પોતાના ખેતરે પાણી વાળતા હતા તે વખતે રસિકભાઈ સાથે પીકઅપ ટેમ્પો કાઢવા બાબતે બોલાચાલી થતા રસીકભાઇ કોકણી અને તેઓની સાથે આવેલા માણસો લલ્લુભાઈના ઘરે જઇ નાલાયક ગાળો આપી ઢીક મુક્કીનો માર મારતા લલ્લુભાઈના પત્નીને મારામારી દરમ્યાન ધક્કો મારી દેતા નીચે પડી જતા તેઓને માથાના ભાગે તેમજ બન્ને હાથમાં કોણીના ભાગે ઇજાઓ પહોચી હોવાની ફરિયાદ લલ્લુભાઈએ પોલીસને આપી હતી જયારે બરડીપાડા ગામના ડુંગરી ફળીયામાં રહેતા રસીકભાઇ છીતરીયાભાઇ કોકણીએ પણ પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે,લલ્લુભાઈ કોકણીને રસ્તા ઉપરથી ટેમ્પો નહી જવા દેવા બાબતે સમજાવવા માટે ગયેલા ત્યારે તેમના પરિવારજનો/માણસો રસિકભાઈ તથા સાહેદો સાથે બોલાચાલી કરી નાલાયક ગાળો આપી ઝપાઝપી કરવા લાગેલ તે વખતે લલ્લુભાઇ કોકણીનાઓ એકદમ ઉશ્કેરાઇ જઇ રસિકભાઈને ઢીક મુક્કીનો માર મારેલ અને ઘરમાં જતાજતા કહેતા ગયેલ કે,ફરી બોલાચાલી કરશો તો તમને મારીશુ તેવી ઘમકી આપી હોવાની રસિકભાઈ કોકણીએ પણ ફરિયાદ કરી હતી, બનાવ અંગે ડોલવણ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તા.૨૮મી ડીસેમ્બર નારોજ સામસામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લલ્લુભાઇ જાનુભાઇ કોકણીની ફરિયાદના આધારે કોની-કોની સામે ગુનો નોંધાયો ??
આરોપીઓ - (૧)રસીકભાઇ છીતરીયાભાઇ કોકણી (૨) રસીકભાઇ ધર્મુભાઇ કોકણી (૩) સુકેશભાઇ ભાયલુભાઇકોકણી (૪) મનુભાઇ ધનજીભાઇ કોકણી (૫) સીતારામભાઇ સોમલીયાભાઇ કોકણી (૬) સલીમભાઇલાહનુભાઇ કોકણી (૭) રઘુભાઇ વિરસુભાઇ કોકણી તમામરહે-બરડીપાડા તા.ડોલવણ જી.તાપી
રસીકભાઇ છીતરીયાભાઇ કોકણીની ફરિયાદના આધારે કોની-કોની સામે ગુનો નોંધાયો ??
આરોપીઓ - (૧)લલ્લુભાઇ જાનુભાઇ કોકણી (૨) નીરૂબેન લાલ્લુભાઇ કોકણી (૩) લતાબેન કોકણી (૪)રેખાબેન જીતેશભાઇ કોકણી તમામ રહે-બરડીપાડાતા. ડોલવણ જી. તાપી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500