બિહારના સાસારામથી એક ભયંકર ઘટના સામે આવી છે. અહીં એક પરીક્ષા કેન્દ્રમાં આન્સર શીટ દેખાડી કોપી ન કરવા બદલ વિદ્યાર્થીઓના બે જૂથોમાં મારપીટ અને ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં ગોળી વાગવાથી એક ૧૬ વર્ષના વિદ્યાર્થીનું મોત થયું છે. વિવાદમાં સામેલ તમામ વિદ્યાર્થી ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યાં હતાં. પોલીસે હથિયાર સાથે સગીરની ધરપકડ કરી છે. આ ઘટના ધૌડાઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તારાચંડી પાસેની છે. જ્યાં ધોરણ ૧૦ની પરીક્ષા ચાલી રહી હતી.
પરીક્ષા કેન્દ્રમાં આન્સર શીટ જોઇ કોપી કરવા ન દેવા પર વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ થયો હતો. બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને અન્ય એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતક અમિત કુમાર ડેહરીએ શંભુ બિગહાના રહેવાસી મનોજ યાદવનો પુત્ર હતો. વિવાદમાં સામેલ તમામ કિશોરો હાઇ સ્કૂલ ડેહરીના વિદ્યાર્થી છે. આ તમામનું પરીક્ષા કેન્દ્ર સાસારામના સંત અન્ના હાઇસ્કૂલમાં હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પરીક્ષા દરમિયાન જ્યારે પરીક્ષા હોલમાં આન્સર શીટની કોપી કરવા દેવામાં ન આવી તો કેટલાક વિદ્યાર્થીઓએ ઝઘડો કર્યો હતો. આ વિવાદમાં મારપીટ દરમિયાન ફાયરિંગ થતાં બે વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી. સારવાર દરમિયાન અમિત કુમારનુ મોત થયું હતું અને જ્યારે અન્ય વિદ્યાર્થી સંજીત કુમારની સ્થિતિ ગંભીર છે. પોલીસે અમિતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેના પરિવારજનોને સોંપી દીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500