સુરત જિલ્લાના માંગરોળના નવી નગરી ફળિયામાં રહેતી લતાબેન જેરામભાઈ વસાવાને બે પુત્રો મનોજ અને કિશન છે. તેઓ મજૂરી કામ કરે છે. તેમનાં ફળિયામાં જ રહેતા અનિલ વસાવા તેમની પત્નીનો મનોજનો પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખી રહ્યા છે. ખોટો વહેમમાં અનિલ ઝીનોરા ખાતે ક્રિકેટ રમી રહેલા મનોજ પાસે જઈ બેટ વડે માર માર્યો હતો.
ત્યારબાદ અનિલ તેના અન્ય મિત્રો સાથે મનોજના ઘરે જઈ તેની માતા લતાબેન અને ભાઈ કિશનને લાકડીના સપાટાથી મારમારી લોહીલુહાણ કરી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે લતાબેને માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલ સાવન વસાવા, રમેશ પુનીયા વસાવા, અજય રમેશ વસાવા અને નિતેશ સુપડ વસાવા (તમામ રહે.નવી નગરી ફળિયું, માંગરોળ) વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500