Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામનાં કરમબેલા ગામે જમીન બાબતે મારામારી, પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

  • July 06, 2024 

ઉમરગામનાં કરમબેલા ગામનાં પરેટી ફળિયામાં રહેતા નેહલભાઈ દયાળભાઈ પટેલ ગુરૂવારનાં રોજ પોતાના ખેતરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સવારે સંબંધી હસમુખભાઈ જીવણભાઈ પટેલના આંગણામાં પહોંચતા તેમણે નેહલભાઈને ઉભા રખાવી અમારી જમીનમાં તમારો કોઈ હિસ્સો નથી. તેથી તમારે અમારી જમીનમાં આવવું નહિ તેમ કહ્યું હતુ. તેના જવાબમાં નેહલભાઈએ કહ્યું હતુ કે, તમારી જમીન હોય તો મારી પાસે સહી લેવા શુ કામ આવો છો. આ સાંભળી હસમુખે ઉશ્કેરાઈ જઈ ઝગડો કરવા લાગ્યાં હતાં.


જે દરમિયાન હસમુખના ભાઈ રમેશભાઈ અને તેમના પુત્ર જલદીપભાઈ તથા અંકુશભાઇએ એકસંપ થઈને બોલાચાલી કરી અપશબ્દો બોલી ઢીકામુક્કીનો માર માર્યો હતો. આ મારપીટ જોઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ નેહલભાઈ પોતાની કાર લઈને ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા જતા હતા, તે દરમિયાન કરમબેલા જલારામ મંદિર પાસે જલદીપભાઈ અને કાકી સંગીતાબેનને મોટરસાયકલ ઉપર બેસાડી બાઈક કારની બાજુમાં હંકારતો હતો. ખાડો આવતા કાર ખાડામાં પડતા ડાબી સાઈડનો મિરર બાઈકને અડી જતાં તેઓ નીચે પડી ગયા હતા. જ્યારે સામા પક્ષે જલદીપભાઈ રમેશભાઈ પટેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે નેહલભાઈ દયાળભાઈ પટેલ અમારા ઘરના આંગણામાંથી જતા હતા. તે વખતે જમીન બાબતે તેમની સાથે બોલાચાલી અને તકરાર થઈ હતી. જેની ફરિયાદ નોંધાવવા માટે જલદીપભાઈ તેમની કાકી સંગીતાબેન લાલુભાઈ પટેલ સાથે બાઈક ઉપર બેસી ભીલાડ પોલીસ મથકમાં જતા હતા. તે દરમિયાન સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં કરમબેલા ઓવર બ્રિજની બાજુમાં સર્વિસ રોડ ઉપર નેહલભાઈએ પોતાની અલટો કાર પાછળથી લઈ આવી અમારી બાઈકને ઓવરટેક કરી ઉભા રખાવી કારમાંથી સ્ટીલના પાઈપ કાઢી અમને માર મારવા લાગ્યો હતો. જે બાદ નેહલભાઈ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. જલદીપભાઈને જમણા હાથમાં તથા બંને પગમાં ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application