Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના મગદુમ નગરમાં પડોશીઓ વચ્ચે મારામારી, પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ

  • November 07, 2022 


વ્યારાના મગદુમ નગરમાં રહેતા અતિક શા રફીશા ફકીર ગત શુક્રવારે રાત્રે ઘર નજીક પલંગ પર સૂતા હતા ત્યારે ત્યાં નજીક રહેતા આસિફ સલીમ કાકર અને જાવીદ હસન ત્યાં આવ્યા હતા. આ સમયે આસિફે અતિક શા ફકીરને કહ્યું કે, તે ફેજલ પઠાણનું ઘર વેચાતું લીધું છે તારે મને એની પાસે જે રૂપિયા બાકી છે તે ચૂકવી આપવા પડશે, જોકે દાતરડા વડે અતિકશા પર હુમલો કરવા પ્રયાસ કર્યો હતો પણ ફરિયાદીએ દાતરડું પકડી લેતા એ છાતીના ભાગે વાગ્યું હતું, આ સમયે જાવીદ શેખે પોતાના હાથમાં રહેલ લાકડા વડે અતિક શાને ખભાના ભાગે એક સપટો મારી દીધો હતો અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા.


જોકે આજ બનાવોમાં સામે પક્ષે આસિફ સલીમ કાકરે અતીકશા શફીશા ફકીરે, રફીશા શફીશા ફકીરે અને નાઝ્મ શા સફીશા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં ઝઘડા બાબતે સામે વાળા ત્રણ લોકોને સમજાવવા જતા ઝઘડો કર્યો હતો જેથી મારા પિતા ત્યાં દોડી ગયા હતા. દરમિયાન આરોપી અતિકશા એ પોતાની પાસે રહેલા કોઇતા જેવા સાધન વડે મારવા આવતા ફરિયાદીએ પકડી લેતા ઝપાઝપી દરમિયાન કોયતા કપાડમાં લાગી ગયો હતો એ સાથે જ અન્ય આરોપીઓ દ્વારા ફરિયાદીના પિતાને બરડા પર અને જાવીદને લાકડી વડે સપાટા મારવામાં આવ્યા હતા. એટલું જ નહી આરોપીઓ જતા જતા ફરિયાદીને ધમકી આપતા ગયા હતા બહારગામ મળશે તો જાનથી મારી નાખીશું આ બાબતે વ્યારા પોલીસે બંનેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application