ગાઝિયાબાદના નગર કોતવાલી વિસ્તારના કૈલા ખેડામાં સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. અહીં લગભગ ત્રીસ સિલિન્ડર ફાટ્યાના સમાચાર છે. આ અકસ્માતમાં બાઇક, છોટા હાથી જેવા વાહનો બળીને રાખ થઇ ગયા હતા. આ દરમિયાન વિસ્ફોટના કારણે ગોડાઉનનો લેંટર પડી ગયો હતો. આજુબાજુના અનેક મકાનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે ઘટના સ્થળથી અડધો કિલોમીટર સુધીના વિસ્તાર ખાલી કરાવામાં આવ્યો હતો. તેમજ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અગાઉ પણ બની હતી આવી ઘટના
આ પહેલા નોઈડાના હોશિયારપુર ગામમાં બનેલા ટેન્ટના ગોડાઉનમાં આગ લાગવાના સમાચાર આવ્યા હતા, અહીં પણ ગોડાઉનમાં રાખેલા કેટલાય ગેસ સિલિન્ડર જોરદાર વિસ્ફોટ સાથે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટના કારણે હોશિયારપુર ગામ અને આસપાસના સેક્ટર 51માં રહેતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. હોશિયારપુર ગામમાં અરુણ શર્માનું હરી ટેન્ટ હાઉસ નામનું ગોડાઉન હતું. તેઓ ગોડાઉન બંધ કરી ઘરે ગયા હતા. રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ ગોડાઉનમાં રાખેલ મંડપમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગોડાઉનમાંથી આગના ગોટે-ગોટા જોવા મળ્યા હતા. આ દરમિયાન ગોડાઉનમાં રાખેલા બે એલપીજી ગેસ સિલિન્ડર જોરદાર ધડાકા સાથે ફાટ્યા હતા. બ્લાસ્ટથી હોશિયારપુર ગામ અને સેક્ટર 51ના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોએ ફાયર બ્રિગેડના જવાનોને બોલાવ્યા, અનેક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા અને લગભગ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application