મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પલસાણાનાં ચલથાણ ગામની સીમમાં કાર ભડકે બળી હતી. જોકે મોડી રાત્રે બનેલ આ આગની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે શિરડીથી દર્શન કરી પરત વડોદરા ફરી રહેલ પરિવારની કાર શોર્ટ સર્કિટનાં કારણે ભડકે બળી હતી. જોકે સદ્દનશીબે પરિવારનાં ચારેય સભ્યનો આબાદ બચાવ થયો હતો. બનાવની વિગત એવી છે કે, વડોદરાનાં ઇલોરા પાર્ક સુભાનપુરા સોસાયટી, અબુદા નગરમાં રહેતા હેમંતભાઈ જી.પટેલ પોતાની સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર GJ/06/EH/8074 લઈ પત્ની, સાઢુંભાઈ અને તેની પત્ની સાથે શેરડી દર્શન કરવા ગયા હતા. જ્યાંથી દર્શન કરી પરત થઈ રહ્યા હતા.
તે દરમિયાન મુંબઈ-અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં તેઓની કારના આગળનાં ભાગે અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. જોકે હેમંતભાઈ પટેલે સમય સુચકતા વાપરી પોતે બહાર નીકળી પરિવારનાં સભ્યોને પણ બહાર કાઢી લીધા હતા. જોત જોતામાં આખેઆખી કાર આગની ચપેટમાં આવી જતા કાર ભડકે બળી હતી. નેશનલ હાઈવે પર વચ્ચોવચ કારમાં આગ લાગવાની ઘટનાને લઈ અફરાતફરી સર્જાય હતી. ઘટનાની જાણ પલસાણા ફાયર અને કડોદરા નગરપાલિકાની ટીમને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. આમ, કારમાં લાગેલી આગની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થવા પામ્યો હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500