મુંબઈનાં થાણે જિલ્લાનાં ભિવંડીમાં ફરીથી ભીષણ આગની ઘટના નોંધાઈ હતી. જોકે સવારે સાડા છ વાગ્યે ભિવંડી તાલુકાનાં સોનાળે ગામમાં આવેલ લક્ષ્મી કમ્પાઉન્ડમાં આગ ફાટી નીકળી હતી. અહીં આવેલ અગરબત્તી અને કપૂરની એક ફેકટરીમાં આ ઘટના બની હતી. બનાવની વિગત એવી છે કે, સવારે સાડા દસ વાગ્યે આ વિસ્તારના અમુક નાગરિકોને ફેકટરીમાંથી ધુમાડો આવતો હોવાનું જણાવ્યું હતું. અમુક નાગરિકોએ ત્યાં જઈને જોતા તેમને ફેકટરીમાં આગ લાગી હોવાનું ધ્યાનમાં આવ્યુ હતું. તેમણે તરત જ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ભિવંડી અને કલ્યાણ-ડોમ્બિવલીથી ફાયર બ્રિગેડનાં બંબાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જયારે અગરબત્તી તેમજ કપૂરની આ ફેકટરી ગ્રાઉન્ડ પ્લસ વનની હોવાથી તેમજ અહીં અગરબત્તી અને કપૂરનો મોટો સ્ટોક હોવાથી આગે થોડા જ સમયમાં વિકરાળ રૂપ લઈ લીધું હતું. આગની ચપેટમાં ગ્રાઉન્ડ અને પહેલા માળાના વિવિધ ગાળાઓ આવી ગયા હતા. ભીષણ આગમાં આ સંપૂર્ણ ફેકટરી ખાખ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો ભારે મારો ચલાવી આગને કાબૂમાં લેવાના તનતોડ પ્રયાસ કર્યા હતા. આગની જવાળા દૂર-દૂરથી નજરે પડતી હતી તેમજ ધુમાડાથી સમગ્ર વિસ્તાર ભરાઈ ગયો હતો. ભીષણ આગમાં સમગ્ર ફેકટરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application