મુંબઈનાં રામ મંદિર વિસ્તારમાં આસમી ઈન્ડસ્ટ્રીયલ કૉમ્પલેક્સમાં ભીષણ આગ લાગી છે. અહીં સિલિન્ડરમાં પણ સતત થતા બ્લાસ્ટના અવાજો દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા છે. ઘટના સ્થળે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે. સુરક્ષાને ધ્યાને રાખી ઘટના સ્થળ નજીકનો બ્રિજ બંધ કરી દેવાયો છે. કોમ્પલેક્સમાં ડીઝલ ગોડાઉન અને સ્ક્રેમ મટિરિયલની દુકાનો હોવાથી તેમજ સિલિન્ડરોમાં પણ બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સિલિન્ડર બ્લાસ્ટનો અવાજ એટલો ભયંકર છે કે, દૂર દૂર સુધી અવાજ સંભળાઈ રહ્યા છે. સુરક્ષાના કારણોસર ઘટના સ્થળની પાસેના રામ મંદિર બ્રિજને પણ બંધ કરી દેવાયો છે.
હાલ સ્થળ પર પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભીષણ આગ અને સિલિન્ડર બ્લાસ્ટના કારણે ઘટના સ્થળની પાસેના રામ મંદિર પુલને બંધ કરાયો છે. આ પુલ મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસવી રોડ સાથે કનેક્ટ છે, તેથી અહીં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. આગ કયા કારણોસર લાગી, તેની માહિતી હજુ સામે આવી નથી. થોડા સમય પહેલા ગોરેગાવના એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application