Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈનાં મલાડમાં 21 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : બિલ્ડિંગમાં ફસાયેલ બે ડઝન પરિવારોને બચાવાયા

  • December 03, 2022 

મુંબઈનાં મલાડ વિસ્તારમાં એક 21 માળની બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગની ભયાનક તસ્વીરો સામે આવી છે. આ આગ 21 માળની ઈમારતનાં ત્રીજા માળે લાગી હતી. આ બહુમાળી ઇમારત મલાડ પશ્ચિમના જનકલ્યાણ નગર માલવાણી વિસ્તારમાં આવેલી છે. આ દરમિયાન CFO મુંબઈએ માહિતી આપી હતી કે, હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. હજુ સુધી અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.




જયારે કુલિંગ ઓપરેશન બાદ ત્રીજા માળે અને ઉપરના માળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. આ ભયાનક આગના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ત્રીજા માળની બંને બાજુથી ભીષણ જ્વાળાઓ નીકળી રહી છે. ત્યારે એક વ્યક્તિ બાલ્કનીમાંથી લટકતો જોઈ શકાય છે. આ આગની જ્વાળાઓ ઝડપથી બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગઈ હતી. રાહત કર્મચારીઓએ બિલ્ડિંગમાં ફસાયેલા લગભગ બે ડઝન પરિવારોને બચાવવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News