ગુજરાતમાં એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાતના જુદા જુદા વિભાગના કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન શરુ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના સરકારી કર્મચારીઓ ગુજરાત સરકારથી નારાજ થયા છે ત્યારે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના જુદા જુદા વિભાગના કર્મચારીઓ તેઓની માંગણીને લઈને આક્રમક મૂડમાં આંદોલન કર્યું છે. ગાંધીનગર ખાતે આ આંદોલનની પહેલા જ જાણ હોય તે માટે સચિવાલય પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
જીવરાજ ભવન અને સચિવાલય ખાતે પોલિસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવમાં આવ્યો છે. સરકારને ઘેરવા માટે પાટનગર ખાતે અલગ અલગ દેખાવ થઇ રહ્યા છે. કિસાન સંઘ દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી. કિસાન સંઘ દ્વાર મુખ્યમંત્રીના આવાસ સુધી રેલી યોજી હતી. નિવૃત આર્મીના જવાનના પડતર પ્રશ્નોને લઈને પણ આંદોલન થઇ રહયું છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ પણ સચિવાલયનો ઘેરાવ કરશે.
જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ખાતે સચિવાલયનો કરશે ઘેરાવ. છેલ્લા 21 દિવસથી ગાંધીનગર સહીત સરકારી કર્મચારીઓ જુદી જુદી રીતે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરના રસ્તો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જુના સચિવાલય ખાતે તમામ કર્મચારીઓના આઈકાર્ડ ચેક કરીને પછી જ જવા દેવમાં આવી રહ્યા છે. પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ સમાન વીજળીની બાબતોને લઈને બલરામ ભવનથી લઈને મુખ્યમંત્રી આવાસ સુધી રેલી યોજી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500