મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં ખોડદા ગામના બસ સ્ટેશન પાસે લગ્ન પ્રસંગની બેન્ડ પાર્ટીમાં નાચતા સમયે ધક્કો લાગી જતાં જે વાતની અદાવત રાખી ચારેય ઈસમોએ પુત્ર-પિતા સહીત ત્રણ જણાને મારમારી લોહીલુહાણ કર્યા હતા. બનાવ અંગે પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝરનાં આડદા ગામનાં આશ્રમ ફળિયામાં રહેતા અમિતભાઈ કિરણભાઈ પાડવી અને તેનો મિત્ર તુલસીરામભાઈ તથા અમિતભાઈના પિતાજીનાઓ મળી ગત તારીખ ૦૮/૧૨/૨૦૨૪નાં રોજ ખોડદા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા.
તેમજ ત્યાં લગ્ન પ્રસંગની બેન્ડ પાર્ટીમાં નાચતા હતા તે દરમિયાન વિલાસભાઈ અશોકભાઈ પાડવી, યશ ભુપેન્દ્રભાઈ પાડવી, અરબાઝ સકીલ પાડવી (ત્રણેય રહે.વેલદા ગામ, નિઝર) અને વિવેક રામસિંગ પાડવી (રહે.રોજવા ગામ પો.ચીનોદા, જિ.નંદુરબાર) નાઓ પણ નાચતા હતા. તે સમયે નાચતા-નાચતા ધક્કામુક્કીમાં વિલાસભાઈ નાઓને ધક્કો વાગી ગયો હતો. જેથી અમિતભાઈ તથા તુલસીરામ સાથે ઝપાઝપી અને બોલાચાલી થતાં વિલાસએ તુલસીરામને માથામાં પંચ વડે મારી દેતા લોહી લુહાણ હાલતમાં પોતાના ઘરે જતાં હતા અને અમિતભાઈ તથા તેના પિતાજી પણ ઘરે જતા હતા.
પરંતુ ખોડદા ગામનાં બસ સ્ટેન્ડ પાસે ચારેય જણાએ અમિતભાઈ મોટરસાઈકલ ઉપરથી ખેંચી લગ્નમાં થયેલ ઝગડાની અદાવત રાખી નાલાયક ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ વિલાસ પાડવીએ અમિતભાઈને પંચ વડે માથામાં ઉપરના ભાગે મારી લોહી લુહાણ કરી તથા તેના પિતાજી વચ્ચે પડતા તેઓને પણ વિલાસએ માથામાં તથા ચેહરા ઉપર પંચ વડે ઈજા પહોંચાડી લોહી લુહાણ કર્યા હતા. તેમજ તેની સાથેના ત્રણેય જણાએ અમિતભાઈ તથા તેના પિતાજીને હાથ તથા લાત વડે મારમારી મુંઢ ઈજા પહોંચાડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500