Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના કેળકુઈ પાસે બાઈક સવાર પિતા-પુત્રીને અકસ્માત નડ્યો, પિતાનું મોત

  • November 07, 2022 

ડાંગ જીલ્લાના સિંગાણા ગામના મંદિર ફળિયામાં રહેતા કમલેશભાઈ સોમાભાઈ પવાર પોતાના પરિવાર સાથેશેરડી કાપવાનું મજૂરીનું કામ કરતા હતા દિવાળીની રજા બાદ ગત તારીખ ૨જી નવેમ્બરે સાંજે તેઓ પોતાની બાઇક નંબર જીજે/૩૦/ઈ/૧૫૨૯ પર દીકરી અંજલીને બેસાડી નલોઠા ગામે શ્રમજીવીના પડાવ તરફ જવા નીકળ્યા હતા.




આ બાઈક વ્યારાના કેળકુઈ ગામની સીમમાં થઈ પસાર થતી હતી ત્યારે બાઈક ચાલક કમલેશભાઈ પવારે પોતાની બાઈક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી બાઇકને રોડ સાઈડ પર સ્લીપ ખડાવી દીધી હતી જેથી બાઇક સવાર બંને બાપ-દીકરી રોડ પર પટકાયા હતા. આ બનાવવામાં કમલેશભાઈને માથામાં અને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી જ્યારે દીકરીને સામાન્ય ઇજા થવા સાથે તેનો બચાવ થયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા કમલેશભાઈ ને આહવા ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા બાદ વધુ સારવાર માટે વ્યારા ની સરકારી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application