રાજસ્થાનમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં બારાં જિલ્લામાં એક એસયુવી કાર પલ્ટી ખાઈ જવાને કારણે 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાંના હોબના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 6 અન્ય લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યાનુસાર ભંવરગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આ વિસ્તારમાં નેશનલ હાઈવે 27 પર અકસ્માત સર્જાયો હતો. એડિશનલ પોલીસ સુપરિન્ટેડન્ટ રાજેશ ચૌધરીએ કહ્યું કે પૂરપાટ ઝડપે દોડતી કારની ટક્કર રોડ પર રખડતાં પશુ સાથે થઇ હતી. જેના લીધે કાર પલટી ગઇ. જેમાં ચાર લોકો ભોગ લેવાઈ ગયો હતો. આ લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય 6 ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે પોલીસે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ફુલચંદ (ઉ.વ.50), હરિચરણ (ઉ.વ.40), લખન (ઉ.વ.28) અને રાજુ સહરિયા (ઉ.વ.50) તરીકે કરી હતી તેમજ ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application