નવાગામ ચિંતાચોક વિસ્તારમાં મંગળવારે ભર બપોરે જાહેરમાં હવામાં ચપ્પુ ફેરવી ગાળાગાળી કરતા પાંચ ટપોરીઓઍ ગાળો બોલવાની ના પાડનાર શ્રમજીવી યુવકને ઢીકમુક્કીનો મારમારી કપાળના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. તેમજ શ્રમજીવી પોતાનો જીવ બચાવી ભાગવા જતા તેનો પીછો કરી તેના ઉપર પિસ્તોલથી ફાયરિંગ કયું હતું જોકે સદનસીબે યુવકને ગોળી વાગી ન હતી. બનાવ અંગે યુવકે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ નવાગામ ચિંતાચોક શિવાજી મહારાજ સ્મારક નજીક આર.ડી.નગર ખાતે રહેતા રાજેશ ધનુરાય યાદવ (ઉ.વ.૨૧) છુટક મજુરી કામ કરે છે. રાજેશ ગઈકાલે મંગળવારે ભારત બંધનું ઍલાન હોવાથી કામ ઉપર ગયો ન હતો અને ઘરે હતો. દરમિયાન બપોરના સાડા ચારેક વાગ્યે રાજેશ તેના મિત્ર અમીત દુબે સાથે નજીક આવેલ ચાની લારી ઉપર ચા પીવા માટે ગયા હતા. અમિત ચા પી ને જતો રહ્ના હતો, રાજેશ ઍકલો લારી પર બેસો હતો તે વખતે નવાગામ લક્ષ્મણનગરમાં રહેતો ભુષણ ઉર્ફે બબલુ પાટીલ, ઉજ્જવલ ઉપાધ્યાય, ગોપાલ રાજપુત અને ઉમીયાનગરમાં રહેતો ગજેન્દ્ર ઉર્ફે ગજ્યો પાટીલ, ગંગાનહરમાં રહેતો યોગેશ ઉર્ફે ગુલામ બે મોટર સાયકલ ઉપર આવી ચાની લારી પાસે ઉભા હતા અને હાથમાં ચપ્પુ પકડી હવામાં ફેરવી જોરજોરથી ગાળો બોલતા હતા,
રાજેશ તમામને ઓળખતો હોવાથી તેમને ગાળો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાયા હતા અને રાજેશને ગાળો આપી તું કોણ અમને કેહવાવાળો “ઈશકો હિ માર ડાલતે” તેમ કહી ઉજ્જવલ ઉપાઘ્યાયે તેના કમરના ભાગેથી પિસ્તોલ કાઢી રાજેશ તરફ તાકી ફાયરિંગ કરતા ફાયરિંગ થયું ન હતુ જેથી રાજેશ પોતાનો જીવ બચાવવા માટે ભાગતા આરોપીઓ તેના મારવા માટે પાછળ દોડી પકડી ઢીકમુક્કીનો મારમાર્યો હતો અને કપાળના ભાગે ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કર્યો હતો. રાજેશે બુમાબુમ કરતા આરોપીઓ બાઈક પર બેસી ભાગ્યા હતા. તે વખતે પણ ઉજ્જવલે પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. પરંતુ રાજેશ બચી ગયો હતો. રાજેશ નજીકમાં આવેલ મેડીકલમાંથી પાટો અને દવા લઈ પટ્ટી બાંધી હતી અને ત્યારબાદ ફરિયાદ નોધાવતા પોલીસે રાજેશની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500