Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોરબી-વાંકાનેર હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત : ત્રણનાં ઘટના સ્થળે મોત, ત્રણ ઈજાગ્રસ્ત

  • September 08, 2024 

મોરબી-વાંકાનેર હાઇવે રોડ પર આજે વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હાતા. જેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.


મળતી માહિતી અનુસાર, મોરબી–વાંકાનેર નેશનલ હાઈવે પર બંધુનગર નજીક આજે સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો નીકળી ગયો હતો અને ડમ્પર રોડ પર પલટી મારી ગયો હતો. અકસ્માતની આ ઘટના ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યી છે. આ અકસ્માતનાં તુષાર બાલુ માલવયા, જાંબુવા વાળા, મહેશ સીંગારનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મહિલા, બાળકી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application