છેલ્લાં બે-ત્રણ દિવસથી ડાંગ જિલ્લાનાં કેટલાક વિસ્તારમાં ઝડપી પવનો ફૂકાઈ રહ્યાં હતા. ત્યારે ગતરોજ સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં બપોર સુધી ધુમ્મસ છાયું વતાવરણ રહ્યું હતું. ત્યારબાદ આજે સવારથી આકાશમાં વાદળો દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જયારે ડાંગ જિલ્લામાં હાલ છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીની રોપણી પુર જોશમાં ચાલી રહી છે અને ઠંડી પણ વધુ પડી રહી હતી. ત્યારે ડુંગળીનો પાક ઠંડીમાં વધુ ઉતાર આપતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.
પરંતુ અચાનક વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતો ચિંતિત જણાઈ રહ્યાં હતા. તેમજ ધુમ્મસિયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઓછી થતાં પહાડી વિસ્તારના રસ્તામાં વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે સાથે ગિરિમથક સાપુતારામાં વાતાવરણ આલ્હાદક બનતા પ્રવાસીઓએ ઠંડીની મઝા માણી હતી અને સાથો સાથ પ્રવાસીઓએ ગરમા ગરમા ચા, કોફી, ભજીયા, બાફેલી મકાઈ, મેગી ખાઈ પણ મઝા માની હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500