Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : પરાળ બાળતાં ખેડૂતોને હવે 30 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે

  • November 07, 2024 

વધતાં જતાં પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્વારીને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું. હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, પરાળ બાળતાં ખેડૂતોને હવે 30 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકારે અગાઉના દંડની સરખામણીએ રકમ બમણી કરી દીધી છે. કેન્દ્ર સરકારે પરાળ બાળવાના દંડની રકમને બમણી કરી દીધી છે. નવા નિર્ણય મુજબ, બે એકરથી ઓછી જમીનવાળા ખેડૂતોને 5 હજાર રૂપિયા, 2થી 5 એકર જમીનવાળા ખેડૂતોને 10 હજાર રૂપિયા અને પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતને પરાળી સળગાવવા પર 30 હજાર રૂપિયા દંડ આપવો પડશે.


જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે પણ પરાળી સળગાવવાથી પ્રભાવિત રાજ્ય સરકારોને ઓછા દંડ માટે ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને પરાળી સળગાવીને પ્રદૂષણ કરનાર ખેડૂતોની દંડની રકમ બમણી કરી દીધી છે. આ નિયમ રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કાયદો, 2021  (Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas Act, 2021 (29 of 2021) હેઠળ સંશોધિત કરવામાં આવ્યો છે. અધિનિયમની કલમ 25ની પેટાકલમ (2) ના ખંડ (h)ને ટાંકીને, કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમને સંશોધિત કરતાં 'રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન સંશોધન નિયમ, 2024 પસાર કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application