Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ સાવચેતી રાખવી

  • May 04, 2022 

રાજયનાં તમામ ખેડુતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે બિયારણની ખરીદી માત્ર અધિક્રુત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થા અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર પુરુ નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનુ નામ લોટ નંબર, ઉત્પાદન અને મુદત પુરી થઇ ગયેલ નથી તે બાબતે ખાસ કરવી અને કોઇપણ સંજોગોમાં મુદત પુરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ બીલ સાચવી રાખવું જરૂરી છે.



કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદક્નું નામ સરનામુ અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઇપણ સંજોગોમાં ખરીદી કરવી નહી તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવેતો તાત્કાલિક એગ્રીકલ્ચર ઇન્સ્પેકટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ) ને જાણ કરવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) નવસારીની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application